Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • જૂનાગઢ : વિસાવદરમાં પરિણીતા મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, 6 આરોપીઓની ધરપકડ

જૂનાગઢ : વિસાવદરમાં પરિણીતા મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, 6 આરોપીઓની ધરપકડ

gujaratex@gmail.com March 15, 2026
1

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણવેલ વિસ્તારમાં એક પરિણીતા મહિલા સાથે ભયાનક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિલાને મોણવેલના એક શખ્સે વિસાવદર બોલાવ્યા બાદ બે શખ્સોએ બાઈક પર અપહરણ કરીને મોણવેલની સીમમાં લઈ જઈને ગોંધી રાખી હતી, જ્યાં છ શખ્સોએ મળીને તેના પર અત્યાચાર ગુજાર્યા હતા.

મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકાના એક ગામમાં રહેતી અને કેટરિંગમાં કામ કરતી આ મહિલાનો મોણવેલના મુન્ના ભરવાડ નામના શખ્સ સાથે પરિચય હતો. ગત 12મી તારીખે તે વિસાવદર આવી હતી. મુન્ના ભરવાડ અને બીજા એક શખ્સે તેને બસસ્ટેન્ડથી બાઈકમાં બેસાડીને ધારી તાલુકાના મોણવેલ વિસ્તારમાં લઈ જઈને ગોંધી રાખી હતી. ત્યાં મુન્ના ભરવાડ, ચાર અજાણ્યા શખ્સ અને એક ચોક્કસ મોબાઈલ નંબરધારકે મળીને મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના 12મીની રાત્રે 10 વાગ્યાથી 13મીની સવારે 5 વાગ્યા સુધી ચાલી હતી. બાદમાં આરોપીઓએ મહિલાને મુક્ત કરી દીધી હતી.

મહિલા વિસાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ અને ત્યાંથી પોલીસને આપવિતી જણાવી હતી. વિસાવદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુન્ના ભરવાડ સહિત છ આરોપીઓ સામે સામૂહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. એસ.સી.-એસ.ટી. સેલના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરીને ઓળખ પરેડ કરવાની તજવીજ ચાલુ છે.

Join Our WhatsApp Group

આ પણ વાંચો – 20 જિલ્લામાં 2.57 લાખ કુપોષિત બાળકો : કરોડોનો ખર્ચ છતાં વધી રહ્યા છે આંકડા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 20 જિલ્લામાં 2.57 લાખ કુપોષિત બાળકો : કરોડોનો ખર્ચ છતાં વધી રહ્યા છે આંકડા
Next: નેતન્યાહુના મોતની અફવાઓથી સોશિયલ મીડિયા ગરમ : IRGCની ધમકી અને વીડિયોમાં ‘છઠ્ઠી આંગળી’નો વિવાદ

Related News

BABA - 2026-06-10T170113.756

ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ

gujaratex@gmail.com June 10, 2026
Untitled

અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T173121.037

ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

gujaratex@gmail.com June 1, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.