Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ : હેબતપુર (શીલજ) કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત, સેફ્ટી નેટ-બેલ્ટના અભાવે ગયો જીવ

અમદાવાદ : હેબતપુર (શીલજ) કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત, સેફ્ટી નેટ-બેલ્ટના અભાવે ગયો જીવ

gujaratex@gmail.com March 15, 2026
1

અમદાવાદ : અમદાવાદ શહેરના ઝડપથી વિકસતા હેબતપુર વિસ્તારમાં બની રહેલી ‘બિનોરી એરિસ્ટોલા’ નામની મોટી રહેણાંકીય પ્રોજેક્ટ સાઇટ પર એક દુઃખદ અકસ્માત બન્યો છે. 23 વર્ષીય યુવક અનીલ નિનામા (મૂળ રહેવાસી બાંસવાડા, રાજસ્થાન) ત્રીજા માળે વોટરપ્રૂફિંગનું કામ કરતા હતા ત્યારે પગ લપસી જતાં નીચે પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

બોડકદેવ પોલીસે આ દુર્ઘટના અંગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે સાઇટ પર સેફ્ટી નેટની એકેય વ્યવસ્થા નહોતી કરવામાં આવી, સાથે જ શ્રમિકને સેફ્ટી બેલ્ટ કે હારનેસ પણ આપવામાં આવ્યો નહોતો. આ બંને મહત્વના સેફ્ટી સાધનોની સંપૂર્ણ ગેરહાજરીને કારણે જ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું છે.

બોડકદેવ પોલીસે આ મામલે લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા, મુખ્ય કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ, વિષ્ણુ શર્મા અને સાઇટ પર કામ કરતા હાર્દિક નામના વ્યક્તિ વિરુદ્ધ બેદરકારી અને શ્રમિક સુરક્ષા નિયમોના ઉલ્લંઘનના આરોપે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને સાઇટના સેફ્ટી રેકોર્ડ, કામની પરિસ્થિતિ, શ્રમિકોના રજિસ્ટર અને કોન્ટ્રાક્ટની શરતોની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Group

આ ઘટના ફરી એક વખત શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શહેરમાં દરરોજ નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે, પરંતુ મોટા ભાગની સાઇટ પર સેફ્ટીના મૂળભૂત નિયમોનું પાલન થતું નથી. શ્રમિકોને સેફ્ટી હેલ્મેટ, બેલ્ટ, નેટ, ફૂટવેર અને તાલીમ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટર અને સાઇટ મેનેજમેન્ટની છે, પરંતુ આ કિસ્સામાં આ બધું અવગણવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ શ્રમિક સંગઠનો અને સ્થાનિક લોકોએ પણ સાઇટ પર સેફ્ટીના નિયમોના કડક અમલની માંગ ઉઠાવી છે. બોડકદેવ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે અને સાઇટના માલિક અને એન્જિનિયરિંગ વિભાગની પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો – ગુજરાતમાં LPG સિલિન્ડર સંકટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો કડક સંદેશ: ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી સામે એક્શન મોડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં LPG સિલિન્ડર સંકટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો કડક સંદેશ: ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી સામે એક્શન મોડ
Next: ચૂંટણી પંચની જાહેરાત : બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ જાહેર, ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર પેટા-ચૂંટણી

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.