Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સંકુલ ખાલી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ

ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સંકુલ ખાલી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ

gujaratex@gmail.com March 16, 2026
1

ગાંધીનગર : રાજ્યની પાટનગર ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે મળેલી આ ધમકી બાદ તંત્રમાં તાત્કાલિક હલચલ મચી ગઈ છે. ધમકી મળતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઈમેલમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ જાણકારી મળતાં જ ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે સંપૂર્ણ કર્મયોગી ભવનને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે બિલ્ડિંગના દરેક માળ, ઓફિસો, લિફ્ટ, સીડીઓ અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સંકુલના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધમકીના ઈમેલના સ્ત્રોતની તપાસ માટે સાયબર ક્રાઈમ સેલને પણ સક્રિય કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Group

આ ધમકીને કારણે રાજ્યના મહત્વના સરકારી કાર્યાલયોમાં કામકાજ અસ્થાયી રીતે અટકી ગયું છે. અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો – સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગ્રામિણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમ અંગે પ્રશ્નો: સોલ્ડી ગામની Cosmos Feed Care ફેક્ટરી પર નિયમન અને પર્યાવરણ મુદ્દે ચર્ચા
Next: સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી, 10 ટકાના વિપુલ વધારા સાથે ગેરકાયદેસર સ્ટેન્ડોની નવી ગોઠવણ

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.