Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • દ્વારકામાં પોસ્ટિંગ, અમદાવાદમાં ‘વહિવટ’: ગોમતીપુરના ‘લાલ’નો કમાલ

દ્વારકામાં પોસ્ટિંગ, અમદાવાદમાં ‘વહિવટ’: ગોમતીપુરના ‘લાલ’નો કમાલ

gujaratex@gmail.com April 2, 2026
BABA (77)

અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક એવો કથિત ‘પેરલલ વહિવટ સિસ્ટમ’ સક્રિય હોવાની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી જોર પકડી રહી છે, જેના તાર એક જ વ્યક્તિ ‘લાલ’ સુધી પહોંચતા હોવાનું સ્થાનિક સૂત્રો દાવો કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ‘લાલ’ની સત્તાવાર પોસ્ટિંગ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાનું કહેવાય છે, છતાં તે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચાલતા નાજાયજ ધંધાઓના સંચાલન અને મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ અને અસરકારક ભૂમિકા ભજવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના મતે, ગોમતીપુર વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ ગેરકાયદેસર ધંધાઓ ‘લાલ’ની કથિત મંજૂરી વિના શક્ય નથી અને સમગ્ર નેટવર્ક તેના સંકેતો પર કાર્યરત છે. આ સમગ્ર વ્યવસ્થાને સ્થાનિક સ્તરે સંભાળવા માટે ‘રાજૂ’ અને ‘કલ્પેશ’ નામના બે ‘પેટા વહિવટદાર’ કાર્યરત હોવાનું કહેવામાં આવે છે, જે કલેક્શનથી લઈને રોજિંદા ઓપરેશન સુધીની જવાબદારી સંભાળી રહ્યા છે અને આ સિસ્ટમને સતત કાર્યરત રાખવામાં મુખ્ય કડી તરીકે કામ કરી રહ્યા છે.

મામલાને વધુ ગંભીર બનાવતી એક વધુ ચર્ચા એ છે કે ‘લાલ’ પર માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર સ્તરના તંત્રનો જ નહીં, પરંતુ ટ્રાફિક વિભાગના એક DCP કક્ષાના અધિકારીનો પણ વિશ્વાસું હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, ‘લાલ’ને તે અધિકારીનો પણ ‘વહિવટદાર’ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે તેનો પ્રભાવ એક જ વિસ્તાર કે એક જ વિભાગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિવિધ સ્તરો સુધી વ્યાપી ચૂક્યો છે.

Join Our WhatsApp Group

ગોમતીપુર અને ટ્રાફિક વિભાગના વહિવટને સંભાળતા ‘લાલ’એ હવે એક PI સાથે મળીને શહેર પોલીસ મુખ્યાલય સ્તરે પણ ‘આટાફેરા’ ગોઠવવાની શરૂઆત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે તેનો નેટવર્ક હવે માત્ર સ્થાનિક સ્તર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે નીતિ અને નિર્ણય લેવાતા કેન્દ્ર સુધી પોતાનું પ્રભાવ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

દ્વારકામાં ફરજ બજાવતા હોવા છતાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વહિવટ સંભાળવાનો આ મુદ્દો સિસ્ટમની અંદર ઊંડે સુધી જડ બેસી ગયેલા નેટવર્ક તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. નાના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીની કથિત પહોંચને કારણે ‘લાલ’નું નેટવર્ક વધુ મજબૂત અને અસરકારક બન્યું હોવાનું માનવામાં આવે છે.

આ સમગ્ર પ્રકરણ માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ પોલીસ તંત્રની અંદર સંભવિત સાંઠગાંઠ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જે રીતે વિવિધ સ્ત્રોતોમાંથી આવી રહેલી ચર્ચાઓ સામે આવી રહી છે, તે પરિસ્થિતિમાં આ મુદ્દે સત્તાવાર તપાસ થવી જરૂરી છે તેવી માંગ ઊભી થવી સ્વાભાવિક છે.

 

આ પણ વાંચો – ગુજરાત પોલીસમાં મોટા પરિવર્તન : 35 અધિકારીઓને આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપાયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત પોલીસમાં મોટા પરિવર્તન : 35 અધિકારીઓને આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપાયા
Next: ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ એશિયન બજારોમાં ઘટાડો, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

Related News

BABA - 2026-04-17T175048.638

ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-17T101856.731

પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-15T210607.383

કુબેરનગર ચોકીથી સંચાલિત નેટવર્ક? સરદારનગરમાં દારૂ-જુગાર બેફામ

gujaratex@gmail.com April 15, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.