Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના ‘તમાકુ તોડકાંડ’થી હલચલ

ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના ‘તમાકુ તોડકાંડ’થી હલચલ

gujaratex@gmail.com April 14, 2026
BABA - 2026-04-14T231358.408

અમદાવાદ: શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના કથિત ‘તોડ’ (ઉઘરાણી)ના મામલે સમગ્ર પોલીસ મહેકમામાં ચર્ચા જગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જાણીતી તમાકુ-પાનમસાલા બ્રાન્ડ સાથે જોડાયેલા આ પ્રકરણમાં અમિત ગઢવી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેમણે આ કથિત ઉઘરાણી અંજામ આપી હોવાનું કહેવાય છે.

માહિતી મુજબ, આ સમગ્ર મામલો ગેરકાયદેસર રીતે તમાકુની ડિલિવરી સાથે જોડાયેલો છે, જેમાં ‘શ્રી’ બ્રાન્ડના નામે મોટા પાયે પાનમસાલાનો વેપાર કરતી કંપની સાથે તોડ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ગેરકાયદેસર સપ્લાય વચ્ચે ₹12 લાખ જેટલી મોટી રકમના ‘તોડ’ની ઘટના સામે આવી છે.

સૂત્રો એ પણ દાવો કરે છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ ‘સાવલિયા’ નામના અધિકારીના ઈશારો હતો, જેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ બાબતે વિશ્વસનિય સુત્રો જણાવે છે કે, અંદરખાને આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.

Join Our WhatsApp Group

પોલીસ વિભાગમાં આ ઘટનાને લઈને ગંભીરતા જોવાઈ રહી છે. ચર્ચા છે કે કેટલાક સિનિયર અધિકારીઓ આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી લઈ જવાની તૈયારીમાં છે. જો એવું થાય તો આવનારા સમયમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં મોટી કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય નહીં.

આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ થાય તો હકીકતો બહાર આવી શકે છે, પરંતુ ₹12 લાખના કથિત તોડના કારણે અમદાવાદ પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા થયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: યુદ્ધની આર્થિક મારથી દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યો નકલી નોટોનો પ્લાન, અમદાવાદમાં ત્રણ ઝડપાયા
Next: મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની લાંબી વાતચીત: હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવા પર ભાર

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.