Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા

પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-17T101856.731

વડોદરા : પાદરા પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાને ‘લવ જેહાદ’ના નામે ફુલાવીને ₹2 લાખની લાંચ માંગવાનો ગંભીર કાંડ સામે આવ્યો છે. લાંચ વિરોધી બ્યુરો (એસીબી)ની ટીમે પાદરાના પીઆઈ વી.એ. ચારણ વતી લાંચ લેવા આવેલા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને રૂપિયા 2 લાખની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

9 એપ્રિલના રોજ હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો પાદરા પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં બંનેને અટકાયતમાં લીધા હતા. ત્યારે પાદરાના પીઆઈ વી.એ. ચારણે પતિ-પત્નીને કહ્યું કે આ કેસ ‘લવ જેહાદ’નો છે. જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો ચાણસદમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી લેવા સૂચન કર્યું.

પીઆઈની સલાહ મુજબ પતિએ સાજીદઅલીને મળ્યો. ત્યાં લવ જેહાદનો કેસ ન નોંધવા માટે પહેલા ₹6 લાખની માંગણી કરવામાં આવી. છેવટે રકમ ₹2 લાખમાં નક્કી થઈ. સાજીદઅલી વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હતો. છેવટે પતિએ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી.

Join Our WhatsApp Group

એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક બી.એસ. પટેલ અને પીઆઈ એ.એન. પ્રજાપતિએ લાંચનું છટકું ગોઠવ્યું. અક્ષરચોક પાસે રજવાડી ટી-સ્ટોલની સામે સાજીદઅલી પૈસા લેવા આવ્યો. વાતચીત બાદ જ્યારે તેણે લાંચની રકમ લીધી, ત્યારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો.

પકડાયા બાદ સાજીદઅલીએ પીઆઈ વી.એ. ચારણને ફોન કરીને કહ્યું કે “પૈસા આવી ગયા છે”, જેના જવાબમાં પીઆઈએ “ઓકે” કહ્યું હતું.

આ પણ વાંચો – અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
Next: ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.