Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ડેટિંગ એપથી કરન્સી ટ્રેડિંગ સુધી : અમદાવાદના યુવકે ગુમાવ્યા ₹56 લાખ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

ડેટિંગ એપથી કરન્સી ટ્રેડિંગ સુધી : અમદાવાદના યુવકે ગુમાવ્યા ₹56 લાખ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

gujaratex@gmail.com April 5, 2026
BABA (97)

અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મણિનગર વિસ્તારમાં રહેતા અને એક પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા 40 વર્ષીય યુવકને ટિન્ડર એપ પર મળેલી મિત્રતાએ લાખો રૂપિયાની કિંમત ચૂકવવી પડી છે. કરન્સી ટ્રેડિંગમાં મોટો નફો કમાવવાની લાલચમાં આવીને તેણે કુલ 56.35 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર, યુવક છેલ્લા પાંચ વર્ષથી ટિન્ડર ડેટિંગ એપનો ઉપયોગ કરતો હતો. આ એપ પર તેનો સંપર્ક આરોહી ગુપ્તા નામની યુવતી સાથે થયો. શરૂઆતમાં સામાન્ય વાતચીત ચાલી, પરંતુ થોડા સમયમાં યુવતીએ યુવકને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની સ્કીમ સમજાવી.

યુવતીની મીઠી વાતોમાં ભોળવાઈને યુવકે એક અજાણી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પોતાના અંગત દસ્તાવેજો આપીને એકાઉન્ટ ખોલાવ્યું. શરૂઆતમાં તેણે 40 હજાર રૂપિયા જમા કરાવ્યા, જેની સામે એપમાં 43 હજારથી વધુનું બેલેન્સ અને નફો દેખાડવામાં આવ્યો. આથી યુવકને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો.

Join Our WhatsApp Group

આ વિશ્વાસનો લાભ ઉઠાવીને યુવતીએ તેને વધુ રોકાણ કરવા પ્રેરિત કર્યો. નફાની લાલચમાં આવીને યુવકે કટકે-કટકે 35.40 લાખ રૂપિયા જમા કરાવી દીધા. એપમાં તેને 1.24 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતો. જ્યારે યુવકે આ નફા સહિતની રકમ ઉપાડવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે છેતરપિંડીઓએ ટેક્સ, પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય બહાના આપીને વધુ પૈસા માંગ્યા.

પોતાના જ પૈસા પરત મેળવવાની મથામણમાં યુવકે વધારાના 17 લાખ અને 3.95 લાખ રૂપિયા પણ જમા કરાવી દીધા. આમ કુલ 56.35 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ એક પણ રૂપિયો પરત ન મળતા તેને સમજાયું કે તેની સાથે મોટી છેતરપિંડી થઈ છે.આ ઘટનાની જાણ થતાં યુવકે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ઓળખ અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – સત્તાધારી ધારાસભ્યના પરિવાર પર જુગારનો આરોપ: માતરમાં 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સત્તાધારી ધારાસભ્યના પરિવાર પર જુગારનો આરોપ: માતરમાં 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત
Next: હિમંત બિસ્વા સરમાની પત્ની પાસે UAE, એન્ટીગુઆ અને મિસ્રના પાસપોર્ટ? કોંગ્રેસનો આરોપ

Related News

Untitled

અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T173121.037

ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

gujaratex@gmail.com June 1, 2026
BABA - 2026-05-30T170736.302

ગાંધીનગરમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માત્ર ૫ મહિનામાં આરોપીને આજીવન કેદ

gujaratex@gmail.com May 30, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.