Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ ભાગ-1 : અમદાવાદમાં કયા ડ્રગ્સનું સૌથી વધુ ચલણ?

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ ભાગ-1 : અમદાવાદમાં કયા ડ્રગ્સનું સૌથી વધુ ચલણ?

gujaratex@gmail.com June 27, 2026
BABA (22)
  • ગુજરાત એક્સક્લૂસિવ મેગા ઇન્વેસ્ટિગેશન: અમદાવાદમાં દરરોજ 14 કિલો MDMA નો વેપલો, ગાંજો બન્યો શહેરનો સૌથી મોટો નશો
  • કફ સિરપથી શરૂઆત અને MDMA થી મોત! જાણો અમદાવાદના કયા વિસ્તારોમાં ફેલાયું છે ડ્રગ્સનું કાળું સામ્રાજ્ય
  • ડ્રગ્સના ભરડામાં અમદાવાદ: સિંધુ ભવનથી નરોડા સુધી ગાંજાની ધૂમ, કોરેક્સ કફ સિરપના રવાડે ચઢી રહી છે નવી પેઢી

અભિષેક પાંડેય, અમદાવાદ: અમદાવાદમાં ડ્રગ્સનું જાળું કેટલું વિસ્તર્યું છે? શહેરમાં સૌથી વધુ કયા પ્રકારના નશાનો ઉપયોગ થઈ રહ્યો છે? કયા વિસ્તારોમાં કયા પ્રકારના ડ્રગ્સનું વર્ચસ્વ છે? ગુજરાત એક્સક્લૂસિવની ડ્રગ્સ નેટવર્ક પરની વિશેષ તપાસ શ્રેણીના પ્રથમ ભાગમાં આજે અમે શહેરમાં સૌથી વધુ પ્રચલિત ડ્રગ્સ અને તેના વપરાશના ટ્રેન્ડ પર પ્રકાશ પાડી રહ્યા છીએ.

ગુજરાત એક્સક્લૂસિવની મેદાની તપાસ, પોલીસ સૂત્રો અને વિવિધ વિશ્વસનીય સ્ત્રોતોથી મળેલી માહિતી અનુસાર અમદાવાદમાં મુખ્યત્વે MDMA (એમડી), ગાંજો, કફ સિરપના દુરુપયોગ અને ચરસનું સૌથી વધુ ચલણ છે. જ્યારે કોકેન અને હેરોઇન પણ શહેરમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ હજુ પણ અત્યંત મર્યાદિત છે.

કોકેન અને હેરોઇનનો ઉપયોગ હજુ પણ મર્યાદિત

Join Our WhatsApp Group

સૂત્રોના જણાવ્યા મુજબ કોકેન અને હેરોઇનનો ઉપયોગ મુખ્યત્વે શહેરના ઉચ્ચ આર્થિક વર્ગના મર્યાદિત લોકો સુધી સીમિત છે. તેના ગ્રાહકો પણ ઓછા છે અને પેડલર પણ ઇક્કાદુક્કા છે. સામાન્ય ડ્રગ્સ માર્કેટમાં તેનો હિસ્સો હજુ પણ ખૂબ નાનો માનવામાં આવે છે.
ગાંજો શહેરનો સૌથી વધુ વપરાતો નશો

અમદાવાદમાં સૌથી વધુ વપરાશ જો કોઈ ડ્રગ્સનો હોય તો તે ગાંજો છે. ઉચ્ચ આવક ધરાવતા વિસ્તારોથી લઈને ઝૂંપડપટ્ટી અને નિમ્ન આવક ધરાવતા વિસ્તારો સુધી ગાંજાનું સમાન પ્રમાણમાં સેવન થઈ રહ્યું છે.

સિંધુ ભવન રોડથી લઈને નરોડા સુધી અને નારોલથી લઈને ચાંદખેડા સુધી શહેરના લગભગ દરેક વિસ્તારમાં ગાંજાના ગ્રાહકો મળી આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંજાના વેચાણકારોની સંખ્યા હજારોમાં છે, જ્યારે તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા લાખોમાં હોવાનું અનુમાન છે.

બીજા ક્રમે MDMAનું મોટું નેટવર્ક

શહેરમાં બીજા ક્રમે સૌથી ઝડપથી ફેલાતું ડ્રગ્સ MDMA (એમડી) છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત એક્સક્લૂસિવની તપાસ મુજબ બાપુનગર, ગોમતીપુર, રાખિયાલ, ખોખરા, વટવા, નારોલ, જમાલપુર અને જુહાપુરા જેવા વિસ્તારોમાં તેના મુખ્ય સપ્લાયર સક્રિય હોવાનું સામે આવ્યું છે. અહીંથી શહેરના વિવિધ વિસ્તારોમાં પેડલિંગ કરવામાં આવે છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ભાગમાંથી મુખ્ય સપ્લાય થતો હોવાનું પણ સૂત્રો જણાવે છે.

એક વિશ્વસનીય સૂત્રના દાવા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ અંદાજે 12થી 14 કિલો MDMAનું કન્ઝમ્પશન થઈ રહ્યું છે. એટલું જ નહીં, કેટલાક સપ્લાયર એક જ દિવસમાં અડધો કિલો MDMAનું કટિંગ કરીને બજારમાં ઉતારી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

કોરેક્સ કફ સિરપના નશામાં ફસાતી નવી પેઢી

શહેરમાં ત્રીજા ક્રમે સૌથી ગંભીર ચિંતા કોરેક્સ કફ સિરપના દુરુપયોગની છે. ખાસ કરીને નિમ્ન આવક અને નિમ્ન મધ્યમ વર્ગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કિશોરો અને યુવાનો આ નશાની ચપેટમાં હોવાનું સામે આવી રહ્યું છે.

ભલે કોડીનયુક્ત Corex Cough Syrup પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય અને હાલમાં બજારમાં Corex DX ઉપલબ્ધ હોય, તેમ છતાં નશો કરવા માટે કફ સિરપનો ધમધોકાર ઉપયોગ થઈ રહ્યો છે.

નરોડા, બાપુનગરથી લઈને સરખેજ સુધીના અનેક નિમ્ન આવક ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારના નશાનું જાળું ફેલાયેલું છે. શહેરના ઉત્તર-પૂર્વથી લઈને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર સુધીના અનેક બાળકો અને હજારો કિશોરો આ વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે.

જ્યાં ગાંજો, ત્યાં ચરસ પણ

ચરસનો ઉપયોગ ગાંજાની સરખામણીએ ઘણો ઓછો છે, પરંતુ શહેરના લગભગ દરેક એવા વિસ્તારમાં તે સરળતાથી ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ગાંજાનું વેચાણ થાય છે. જોકે તેનો વપરાશ MDMA અથવા ગાંજાની સરખામણીએ ઘણો ઓછો હોવાનું માનવામાં આવે છે.

આ માત્ર શહેરમાં પ્રચલિત ડ્રગ્સના પ્રકારોની પ્રાથમિક તસવીર છે. હવે અમારા આવતા લેખો MDMA અને corex ને કેંદ્રિત રહેશે. કેમકે શહેરના બાળકોને ડ્રગ્સના રવાડે કોરેક્સ ચઢાવી રહ્યો છે અને મોત અને બરબાદીના રસ્તે MDMA.

આ પણ વાંચો – ડ્રગ્સ વિરુદ્ધ સાયક્લોથોનથી આગળ વધવાની જરૂર છે, આખરે ગુજરાતમાં નશાનો કારોબાર કેમ નથી અટકતો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ વિરુદ્ધ સાયક્લોથોનથી આગળ વધવાની જરૂર છે, આખરે ગુજરાતમાં નશાનો કારોબાર કેમ નથી અટકતો?
Next: GE Exclusive: PM મોદીના મુલાકાત પહેલા સેમિકન્ડક્ટર કંપની માઇક્રોનમાંથી મહત્વપૂર્ણ RAM ચિપની ચોરી, નોઇડાથી બેંગલુરુ સુધી પહોંચ્યા તાર, 9 હિરાસતમાં

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.