Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સાબરમતી-ચાંદખેડામાં દારૂની હોમ ડિલિવરી, વહીવટદારોના પ્રોટેક્શનમાં બુટલેગરો આબાદ

સાબરમતી-ચાંદખેડામાં દારૂની હોમ ડિલિવરી, વહીવટદારોના પ્રોટેક્શનમાં બુટલેગરો આબાદ

gujaratex@gmail.com May 20, 2026
BABA (74)

અમદાવાદ: શહેરના સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂના વધતા ગેરકાયદેસર કારોબારને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ તેજ બની છે કે બંને વિસ્તારોમાં દેશી તેમજ અંગ્રેજી દારૂની ખુલ્લેઆમ ખરીદી-વેચાણ સાથે હોમ ડિલિવરી સુધીની વ્યવસ્થા કાર્યરત છે, છતાં પોલીસ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી થતી દેખાઈ રહી નથી. પરિણામે બુટલેગરો નિર્ભય બની કામગીરી ચલાવી રહ્યા છે.

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટદાર તરીકે મહેન્દ્રસિંહ ઉર્ફે એમએસનું નામ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની મૂળ નિમણૂક જામનગર જિલ્લામાં છે, છતાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાલતા દારૂના ગોઠવાયેલા નેટવર્ક સાથે તેમનું નામ સતત જોડાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે વિસ્તારના દારૂ સર્કિટને એક પ્રકારનું “પ્રોટેક્શન કવર” મળતું હોવાથી બુટલેગરો ખુલ્લેઆમ સક્રિય છે.

બીજી તરફ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશાલ વાઘેલા નામના વહીવટદારનું નામ દારૂના કારોબાર સાથે ચર્ચામાં છે. સ્થાનિક માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારના સંચાલન માટે વિશાલ વાઘેલા વતી ડીડી સોલંકી નામનો વ્યક્તિ સેટિંગ અને મેનેજમેન્ટ સંભાળે છે. બંને વિસ્તારમાં સતત એકસરખી મળતી માહિતીઓએ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે.

Join Our WhatsApp Group

વિસ્તારના રહેવાસીઓમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે દારૂના અડ્ડા, સપ્લાય પોઇન્ટ અને ડિલિવરી નેટવર્ક અંગે સ્થાનિક સ્તરે ખુલ્લી ચર્ચાઓ થતી હોવા છતાં તંત્ર દ્વારા કડક અને સતત કાર્યવાહી કરવામાં આવતી નથી. દર દિવસે, દરેક સમયે અનેક વિસ્તારોમાં વાહનો મારફતે દારૂની અવરજવર અને હોમ ડિલિવરી થઈ રહ્યો છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ તંત્ર સામે હવે મૂળ સવાલ એ ઊભો થયો છે કે જો દારૂનું નેટવર્ક આટલું સક્રિય અને ગોઠવાયેલું છે, તો સ્થાનિક પોલીસ અને વહીવટી માળખું અજાણ કેવી રીતે હોઇ શકે છે?

આ પણ વાંચો – ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ અને સંભવિત અછત: ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ અને સંભવિત અછત: ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર?
Next: ટ્રેન્ડિંગમાં ‘કોકરોચ જનતા પાર્ટી’: અપમાનને બનાવ્યું હથિયાર, જાણો શું છે આ સમગ્ર વિવાદ અને શા માટે જોડાઈ રહ્યા છે લાખો લોકો?

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.