Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સાબરકાંઠામાં રક્તરંજિત રવિવાર: ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડરથી હાહાકાર, પિતાએ જ માતા, પત્ની અને 2 વર્ષના પુત્રને કુહાડીથી પતાવી દીધા

સાબરકાંઠામાં રક્તરંજિત રવિવાર: ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડરથી હાહાકાર, પિતાએ જ માતા, પત્ની અને 2 વર્ષના પુત્રને કુહાડીથી પતાવી દીધા

gujaratex@gmail.com April 26, 2026
BABA - 2026-04-26T203343.215
  • સાબરકાંઠા ત્રિપલ મર્ડર: કૌટુંબિક કંકાસમાં આખો પરિવાર વેરવિખેર, હત્યારાનું પણ મોત નીપજતા રહસ્ય ઘેરાયું

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું સંગ્રામપુરા ગામ આજે રક્તરંજિત ઘટનાનું સાક્ષી બન્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારના મોભીએ જ કોઈ અગમ્ય કારણોસર આ ભયાનક પગલું ભરી પોતાની સગી જનેતા, પત્ની અને ફૂલ જેવા માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા છે.

કુહાડીના ઘા ઝીંકી પરિવારનો સફાયો કર્યો

મળતી પ્રાથમિક વિગતો મુજબ, સંગ્રામપુરામાં રહેતા એક વ્યક્તિએ કોઈ કારણસર આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી કુહાડી વડે હુમલો કર્યો હતો. તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી પોતાની માતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્રના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો જોરદાર હતો કે ત્રણેય સભ્યો લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

Join Our WhatsApp Group

હત્યારાનું પણ મોત: રહસ્ય ઘેરાયું

આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. આથી આ સમગ્ર મામલો વધુ પેચીદો બન્યો છે. શું તેણે હત્યા બાદ આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલના તબક્કે આ લોહિયાળ ખેલ પાછળ પારિવારિક કંકાસ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસ તપાસ અને મતદાનનો બંદોબસ્ત

ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા પોલીસનો કાફલો તાત્કાલિક સંગ્રામપુરા દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે, હાલમાં ચૂંટણીના મતદાનના ચુસ્ત બંદોબસ્તને કારણે પોલીસ ફોર્સ અન્ય જવાબદારીઓમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વિલંબમાં છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મતદાનની કામગીરી પૂર્ણ થયા બાદ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ હીચકારા કૃત્ય પાછળનું સાચું કારણ શું હતું અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

 

આ પણ વાંચો – રાજકોટના પોશ વિસ્તારમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ: વેકેશનના માહોલમાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રાજકોટના પોશ વિસ્તારમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ: વેકેશનના માહોલમાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી
Next: શું આમ આદમી પાર્ટી પર અસ્તિત્વનું સંકટ? પંજાબના સાંસદોના પક્ષાંતરથી દિલ્હીના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.