Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરતમાં ‘દ્રશ્યમ’ સ્ટાઈલ હત્યા : પતિએ પત્નીને પતાવી લાશને પેટીમાં ચણી દીધી, પછી પુત્રના ફોનથી ચિઠ્ઠી મોકલી કબૂલાત કરી

સુરતમાં ‘દ્રશ્યમ’ સ્ટાઈલ હત્યા : પતિએ પત્નીને પતાવી લાશને પેટીમાં ચણી દીધી, પછી પુત્રના ફોનથી ચિઠ્ઠી મોકલી કબૂલાત કરી

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T182314.476

સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રોજબરોજના ઝઘડાથી કંટાળેલા એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી, પુરાવાનો નાશ કરવા માટે લાશને લાકડાની પેટીમાં ભરી તેના પર સિમેન્ટનું સ્તર લગાવી તેને સીલ કરી દીધી હતી. આરોપી પતિએ આટલેથી જ ન અટકીને પોતાના જ પુત્રના મોબાઈલથી પત્નીના પરિવારને ચિઠ્ઠી મોકલી હત્યાની કબૂલાત કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

પિતાની શોધખોળ અને જમાઈનું જૂઠાણું

છત્તીસગઢના જગદલપુરના રહેવાસી પ્રદીપભાઈ કોસ્ટાએ 21મી એપ્રિલે પોતાની 39 વર્ષીય પુત્રી શિલ્પાને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા તેમણે જમાઈ વિશાલ સાલવીનો સંપર્ક કર્યો હતો. વિશાલે તે સમયે જૂઠું બોલીને પિતાને ગેરમાર્ગે દોર્યા હતા કે શિલ્પા 20મી એપ્રિલથી ગુમ છે. ચિંતાતુર પિતાએ 24મી એપ્રિલે સુરત આવી ગોડાદરા પોલીસ મથકે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Join Our WhatsApp Group

પુત્રના મોબાઈલથી આવેલી એક ચિઠ્ઠી અને સત્યનો ધડાકો

ગુમ થયાની ફરિયાદના બીજા જ દિવસે શિલ્પાના પિતરાઈ ભાઈના વોટ્સએપ પર તેના 13 વર્ષના પુત્ર આરવના મોબાઈલથી એક ફોટો આવ્યો. આ ફોટો એક ચિઠ્ઠીનો હતો, જેમાં વિશાલે લખ્યું હતું કે, “રોજબરોજના ઝઘડાથી કંટાળીને હું આ ગુનો કરવા મજબૂર થયો છું. શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા પાસેના મારા જૂના મકાનના પહેલા માળે તાળું મારેલા રૂમમાં છે.”

સિમેન્ટ ભરેલી પેટીમાંથી મળી લાશ

પોલીસે તાત્કાલિક તે સ્થળે પહોંચી તપાસ કરતા એક લાકડાની પેટી મળી આવી હતી. આરોપીએ પુરાવાનો નાશ કરવા અને લાશની દુર્ગંધ બહાર ન આવે તે માટે પેટીમાં લાશ મૂકી ઉપરથી સિમેન્ટ ભરી તેને પાકી કરી દીધી હતી. પોલીસે મકાનનું તાળું તોડી પેટીમાંથી શિલ્પાનો કોહવાયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસ તપાસ અને ફરાર આરોપી

શિલ્પા અને વિશાલના લગ્ન 2010માં થયા હતા અને તેમને બે સંતાનો છે. લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા અણબનાવે આ કરૂણ અંજામ આપ્યો છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ સાલવીની શોધખોળ હાથ ધરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ
Next: શું 73 લાખ રદ થયેલા નામો બંગાળનું પરિણામ બદલશે? બીજા તબક્કા પહેલા નવો ડેટા સામે આવતા રાજકીય ગરમાવો

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.