Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય

મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય

gujaratex@gmail.com May 6, 2026
BABA (13)

અમદાવાદ: સરદારનગરમાં ગેરકાયદેસર ધંધાઓનો જે વ્યાપ સામે આવી રહ્યો છે, તેમાં હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે જયપાલનું કહેવાતું ‘વહિવટી સામ્રાજ્ય’ બે મજબૂત પાયાઓ પર ઊભું છે. એક તરફ મુંગડાનું વિશાળ જુગાર નેટવર્ક અને બીજી તરફ સાવન દ્વારા સંચાલિત અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર વેપાર. સૂત્રો મુજબ આ બંને ગતિવિધિઓમાંથી દરરોજ લાખો અને મહિને કરોડોનો વહિવટ થાય છે.

માહિતી મુજબ, સરદારનગરના મોચીપાડા વિસ્તારમાં મુંગડાનું જુગારધામ ચાલી રહ્યું છે, જ્યાં વિવિધ પ્રકારની રમતો દિવસે ભાડા આધારિત સિસ્ટમ પર ચલાવવામાં આવે છે, જ્યારે રાત્રે મુંગડો પોતે સંચાલન કરે છે.

‘ટેરિયા’ નામની રમતમાં સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધીનો ભાડો અંદાજે ₹1.80 લાખ છે, જ્યારે ‘હાજર’ નામના જુગાર માટે ₹20 હજાર લેવામાં આવે છે. રમી અને મેરેજ જેવી રમતો માટે ₹30 હજાર સુધીનું ભાડું પ્રતિ દિવસ વસૂલવામાં આવે છે. આ માત્ર ભાડા આધારિત આવક છે, જેમાં મુંગડો દિવસ દરમિયાન જ આખા ક્લબનો ખર્ચ અને જયપાલનો વહિવટ કાઢી લે છે.

Join Our WhatsApp Group

આ પણ વાંચો – સરદારનગરમાં જયપાલ સિન્ડિકેટમાં શહેરની મુખ્ય એજન્સીના અધિકારીનો સહકાર કે પછી ભાગીદારી?

આ ઉપરાંત, દૈનિક આંકડા આધારિત સટ્ટામાં ₹15 થી ₹20 લાખ સુધીની રકમ રમાતી હોવાની માહિતી છે, જેમાંથી આશરે 10 ટકા એટલે કે ₹1.5 થી ₹2 લાખ સીધા કમિશન તરીકે મુંગડાને મળે છે.

મુંગડો અત્યંત ચાલાક અને ગોઠવણબદ્ધ રીતે જુગાર ચલાવતો ગુનેગાર છે, જે દિવસ દરમિયાન ભાડા સિસ્ટમથી સ્થિર આવક ઉભી કરે છે અને રાત્રે મોટા પાયે ‘દાણા’ અને ‘હાથોહાથ’ સહિત અન્ય જુગાર રમાડી કરોડો રૂપિયાનું વળતર મેળવે છે.

સૂત્રો મુજબ, રાત્રિના સમયે આ જુગારધામમાં કરોડો રૂપિયાનું ખેલ થાય છે, જ્યાં કોઈન ટોકન દ્વારા બેહિસાબ લેવડદેવડ થાય છે. આ કમાણીમાંથી જયપાલ અને તેના “ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સમયથી બનેલા બિગ બી અને ગુરુ”ને દરરોજ લાખો રૂપિયાનો ફાળો મળતો હોવાની ચર્ચા છે. આ માત્ર એક જુગારધામ નથી, પરંતુ ગોઠવણબદ્ધ રીતે સ્થાપિત આપરાધિક આર્થિક તંત્ર છે.

બીજી તરફ સાવન નામનો વ્યક્તિ સરદારનગરમાં દરરોજ સૈંકડો પેટી અંગ્રેજી દારૂનું કટિંગ કરે છે. દારૂના આ કટિંગ અને સપ્લાયમાંથી પણ મોટા પાયે આવક ઉભી થાય છે, જે આ સમગ્ર નેટવર્કને વધુ મજબૂત બનાવે છે.

મૂળ પ્રશ્ન એ છે કે આટલા મોટા પાયે જુગાર અને દારૂના ગેરકાયદેસર ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, છતાં તંત્ર અજાણ કેવી રીતે રહી શકે?

આ પણ વાંચો –સરદારનગરમાં ‘મુંગડા’નું જુગાર સામ્રાજ્ય: જયપાલની છત્રછાયા હેઠળ બેફામ ધંધો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બંગાળમાં મમતાના ‘ગઢ’માં ગાબડું: મુસ્લિમ મતોનું વિભાજન અને હિન્દુ મતોના ધ્રુવીકરણે ભાજપને અપાવી ઐતિહાસિક જીત
Next: રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.