- ખાખીને દોડાવતો દારૂનો દૈત્ય: રાજ્યમાં રોજના સરેરાશ ૩૦૦ કોલ્સ દારૂના નશામાં મારામારીના, જાણો કયા શહેરમાં છે સૌથી ખરાબ સ્થિતિ
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ અહીં દારૂબંધીનો કાયદો અમલમાં છે. પરંતુ વાસ્તવિકતા અને પોલીસ ચોપડે નોંધાયેલા આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં ચોરી, લૂંટફાટ, મહિલાઓ-બાળકો સાથે મારામારી કે ભયાનક રોડ એક્સિડેન્ટ કરતાં પણ વધુ ‘દારૂનો દૈત્ય’ પોલીસને રાત-દિવસ દોડાવી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા પોલીસ ઈમરજન્સી ‘૧૧૨’ ના આંકડાઓ દર્શાવે છે કે દારૂ પીને છાકટા બનતા તત્વો રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર બની ગયા છે.
રોજના સરેરાશ ૩૦૦ કેસ માત્ર દારૂ પીને મારામારીના
પ્રાપ્ત માહિતી અનુસાર, ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીના ૧૦ મહિનાના સમયગાળામાં પોલીસ કંટ્રોલ રૂમ ‘૧૧૨’ માં મદદ માટે સૌથી વધુ કોલ્સ મારામારી અને જાહેરમાં તકરાર માટે આવ્યા છે. આ ગાળામાં સામાન્ય મારામારીના ૧.૫૨ લાખ અને જાહેરમાં તકરારના ૧.૩૫ લાખ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, દારૂ પીને થતી મારામારીના કેસ સમગ્ર યાદીમાં ત્રીજા સ્થાને છે. માત્ર ૧૦ મહિનામાં દારૂ પીને મારામારી કરવાના ૯૩,૭૪૬ કેસ નોંધાયા છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૦૦ જેટલી ઈમરજન્સી માત્ર દારૂડિયાઓની બબાલ શાંત પાડવા માટે ઊભી થાય છે. બીજી તરફ, આ જ સમયગાળામાં પ્રોહિબિશન (દારૂબંધીના ભંગ) ના ૧૯,૦૬૫ કેસ નોંધાયા છે.
દરરોજ સરેરાશ ૨,૭૪૧ ઈમરજન્સી કોલ્સ, અમદાવાદ સૌથી મોખરે
સપ્ટેમ્બરથી જૂન સુધીના આ ૧૦ મહિનામાં પોલીસ ઈમરજન્સીના કુલ ૮.૩૦ લાખ કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યભરમાંથી રોજના સરેરાશ ૨,૭૪૧ કોલ્સ પોલીસ સહાય માટે આવે છે. જો શહેરોની વાત કરીએ તો, ઈમરજન્સી કોલ્સ કરવામાં અમદાવાદ શહેર ૧.૯૧ લાખ કેસ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે (અમદાવાદમાં રોજના સરેરાશ ૬૦૩ કોલ્સ આવે છે). ત્યારબાદ ૧.૨૧ લાખ કેસ સાથે સુરત બીજા અને ૫૭,૨૭૯ કેસ સાથે વડોદરા શહેર ચોથા ક્રમે આવે છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોને પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્સી, ફાયર બ્રિગેડ, મહિલા અને બાળ સુરક્ષા તેમજ અન્ય જીવલેણ પરિસ્થિતિમાં એક જ નંબર પરથી તાત્કાલિક મદદ મળી રહે તેવા શુભ આશયથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ‘૧૧૨’ (Dial 112) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
| ૧. કયા જિલ્લા/શહેરમાં પોલીસ ઈમરજન્સીના કેટલા કેસ? | ||||||||||||||||||||||||||||||||||||
|
| કઈ ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડી? | ||||||||||||||||||||||||||||||||||||||||
|
આ પણ વાંચો – અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ
