Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થાય છે વ્યસનની સફર, MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના બાળકો?

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થાય છે વ્યસનની સફર, MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના બાળકો?

gujaratex@gmail.com July 1, 2026
BABA (34)
  • ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થઈ MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના યુવાનો?
  • વટવાથી શરૂ થયેલું ડ્રગ્સનું નેટવર્ક: જાણો અમદાવાદમાં કેવી રીતે ફેલાઈ રહ્યું છે MDMA નું ઝેર
  • ડ્રગ્સનું ‘એન્ટ્રી ગેટ’ છે કફ સિરપ: દવાના નામે શરૂ થતો નશો કઈ રીતે બની રહ્યો છે જીવલેણ?

અભિષેક પાંડેય, અમદાવાદ: અમદાવાદમાં ડ્રગ્સનું નેટવર્ક માત્ર સપ્લાય ચેઇનનો વિષય નથી. ગુજરાત એક્સક્લૂસિવની તપાસમાં સામે આવી રહેલા તારણો સૂચવે છે કે શહેરમાં વ્યસનની એક સુનિયોજિત ‘પ્રગતિશીલ ચેઇન’ કાર્યરત છે. આ ચેઇનમાં પ્રથમ પગથિયું કફ સિરપ છે, જ્યારે આગામી તબક્કે યુવાનો MDMA જેવા અત્યંત ઘાતક સિન્થેટિક ડ્રગ્સ સુધી પહોંચી જાય છે.

અગાઉના બે ભાગમાં અમે ખુલાસો કર્યો હતો કે અમદાવાદમાં સૌથી વધુ કયા ડ્રગ્સનું ચલણ છે અને તે શહેરમાં ક્યાંથી આવે છે. હવે તપાસનો કેન્દ્રબિંદુ એ છે કે આ નેટવર્કની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે શહેરની આખી પેઢીને પોતાની જાળમાં ફસાવતું ગયું.

દવા તરીકે પ્રવેશ, નશા તરીકે સ્થાપના

Join Our WhatsApp Group

સૂત્રોના જણાવ્યા મુજબ કફ સિરપનો અમદાવાદમાં પ્રવેશ સંપૂર્ણપણે મેડિકલ પ્રોડક્ટ તરીકે થયો હતો. પરંતુ કોડીનયુક્ત ફોર્મ્યુલેશનના કારણે ટૂંક સમયમાં તેનો દુરુપયોગ શરૂ થયો.

તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ, શરૂઆતમાં વ્હાઇટનર અને અન્ય સસ્તા નશાનો ઉપયોગ કરતા કિશોરો કોડીનયુક્ત કફ સિરપ તરફ વળ્યા. સરળ ઉપલબ્ધતા, ઓછી કિંમત અને સામાન્ય દવા હોવાની છાપને કારણે તે બાળકો અને કિશોરોમાં ઝડપથી લોકપ્રિય બન્યું.

પછી કોડીનયુક્ત કફ સિરપ પર પ્રતિબંધ આવ્યો, પરંતુ વ્યસન અટક્યું નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ નવા ફોર્મ્યુલાવાળા કફ સિરપની અસર ઓછી લાગતાં વ્યસનીઓએ તેની માત્રા વધારી દીધી. જે બાળક અગાઉ એક બોટલ પીતો હતો, તે હવે દિવસમાં બે કે ત્રણ બોટલ સુધી પીવા લાગ્યો.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ ભાગ-1 : અમદાવાદમાં કયા ડ્રગ્સનું સૌથી વધુ ચલણ?

ડ્રગ્સનું ‘એન્ટ્રી ગેટ’

તપાસ દરમિયાન એક ચિંતાજનક પેટર્ન સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ નેટવર્કમાં પ્રવેશનારા મોટાભાગના કિશોરો માટે પ્રથમ નશો કફ સિરપ હોય છે. ત્યારબાદ તેઓ ધીમે-ધીમે વધુ શક્તિશાળી નશા તરફ ધકેલાય છે.

ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે કફ સિરપ માત્ર એક પ્રોડક્ટ નથી, પરંતુ તે ડ્રગ્સ ઇકોસિસ્ટમનું ‘એન્ટ્રી ગેટ’ બની ગયું છે.

અમદાવાદમાં વટવાથી શરૂ થયું MDMAનું વ્યવસાયિક વેચાણ

ગુજરાત એક્સક્લૂસિવને મળેલી માહિતી મુજબ અમદાવાદમાં MDMAનું સંગઠિત નેટવર્ક સૌથી પહેલા વટવા વિસ્તારમાં વિકસ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2016-17 દરમિયાન અહીંથી MDMAનું વ્યવસાયિક ધોરણે વિતરણ શરૂ થયું. ત્યારબાદ વટવા ધીમે-ધીમે શહેરનું મુખ્ય હોલસેલ હબ બની ગયું.

તપાસ મુજબ અહીંથી જામાલપુર, બાપુનગર, નરોડા, થલતેજ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં MDMA પહોંચાડવામાં આવતું હતું.

MDMAનું માર્કેટિંગ કેવી રીતે થયું?

ગુજરાત એક્સક્લૂસિવની તપાસમાં સામે આવેલા સૌથી ગંભીર પાસાંમાંનું એક એ છે કે શરૂઆતમાં MDMAને માત્ર નશા તરીકે વેચવામાં આવ્યું નહોતું.

સૂત્રોના જણાવ્યા મુજબ તેને યુવાઓમાં ‘સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારતી દવા’, ‘લાંબો સમય ચાલે એવું મેજિક માલ’ અને ‘કોન્ફિડન્સ વધારતું ડ્રગ’ તરીકે રજૂ કરવામાં આવ્યું.

ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે આ પ્રકારના પ્રચારનો મુખ્ય ટાર્ગેટ 16થી 25 વર્ષની વયજૂથ હતો. અનેક યુવાનો પ્રથમ વખત નશા માટે નહીં, પરંતુ આ પ્રકારની માન્યતાઓના આધારે MDMA અજમાવતા હતા. થોડા જ સમયમાં તેઓ વ્યસનની ચપેટમાં આવી જતા હતા.

સૌથી મોટો સવાલ

તપાસ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે શરૂઆતના વર્ષોમાં આ નેટવર્કને સ્થાનિક સ્તરે અસરકારક પોલીસ વહીવટદારનું સંરક્ષણ મળતું હતું. દારૂ અને જુગારની જેમ MDMAના સપ્લાયર અને પેડલરોને પણ સંરક્ષણ આપવામાં આવતું હતું. જેના કારણે આ નેટવર્કનું વિસ્તરણ ઝડપથી થયું.

જો વર્ષ 2016-17થી શહેરમાં MDMAનું સંગઠિત નેટવર્ક કાર્યરત હતું, દસ વર્ષમાં તે આટલું વિશાળ કેવી રીતે બન્યું? સપ્લાય ચેઇન કોના સંરક્ષણ હેઠળ વિસ્તરતી રહી? અને હજારો બાળકો સુધી આ ઝેર પહોંચતું રહ્યું, ત્યારે જવાબદાર તંત્ર ક્યાં હતું?

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-2): અમદાવાદમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ‘ટેન્કમેન’ જનરલ ધીરજ સેઠ બન્યા નવા આર્મી ચીફ, સેનાના આધુનિકીકરણનો મોટો પડકાર તેમની સામે
Next: ગુજરાત પોલીસનો સપાટો: ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, ૫ હજારથી વધુ ડ્રગ માફિયાઓ જેલહવાલે

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.