Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી, 10 ટકાના વિપુલ વધારા સાથે ગેરકાયદેસર સ્ટેન્ડોની નવી ગોઠવણ

સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી, 10 ટકાના વિપુલ વધારા સાથે ગેરકાયદેસર સ્ટેન્ડોની નવી ગોઠવણ

gujaratex@gmail.com March 16, 2026
1

અમદાવાદ : શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી થયા બાદ માત્ર ત્રણ દિવસ માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વધુ મોટી રકમ સાથે આખી વહીવટી ગોઠવણી ફરી શરૂ કરી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આ નવા વહીવટદાર માત્ર સરખેજ વિસ્તારમાં જ નહીં પરંતુ સોલા એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના વહીવટ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. શરૂઆતમાં ત્રણ દિવસ સુધી દારૂ સહિતના ગેરકાયદેસર ધંધાઓને બંધ કરાવી સમગ્ર સિસ્ટમને ફરીથી 10 ટકાના વધારા સાથે દારૂના અડ્ડાઓ સહિત અન્ય ગેરકાયદેસર કામગીરીના સ્ટેન્ડો ધમધમવા લાગ્યા છે.

સૂત્રોના દાવા મુજબ, અગાઉ ચાલતી રકમ કરતા લગભગ 10 ટકા જેટલી ધરખમ રકમ સાથે ગેરકાયદેસર ધંધાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. ખાસ કરીને સરખેજ વિસ્તારમાં “આસિફ” નામના વ્યક્તિના વિદેશી દારૂના ધંધા સહિત લગભગ 35 જેટલા દેશી દારૂના અડ્ડાઓ એક વખત ફરીથી સક્રિય થઈ ગયા છે.

Join Our WhatsApp Group

તમને અગાઉના રિપોર્ટમાં અમે જણાવ્યું છે કે, આ સમગ્ર વહીવટી વ્યવસ્થા સંભાળવા માટે વિપુલ નામના વહીવટદારે પોતાની નીચે અન્ય અડધા ડઝન જેટલા વહીવટદારોની નિમણૂક કરી દીધી છે, જે તમામ વહીવટદારો પણ હવે પોત-પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ધંધાઓ ધમધમતા રહે તેની તાકિદ રાખવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. વિપુલે પેટા-વહીવટદાર સિવાય પણ પોતાની સિસ્ટમને મજબૂત બનાવવા માટે અનેક અન્ય લોકોની નિમણૂક કરવામાં આવી છે જેથી દરેક વિસ્તારમાંથી આવતી આવક અને પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય.

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરખેજ જેવા મોટા વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અજાણ છે કે પછી જાણતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ગંભીર ક્રાઈમ નેક્સેસના ખુલાસાઓની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો –  વિપુલનું ‘વહીવટી સામ્રાજ્ય’! સરખેજથી એરપોર્ટ, સોલા સુધી વિપુલના નેટવર્કની ચર્ચા

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સંકુલ ખાલી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ
Next: કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાનનો હુમલો : સેંકડો લોકોના મોતની આશંકા, તાલિબાને લગાવ્યો આરોપ

Related News

BABA - 2026-06-10T170113.756

ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ

gujaratex@gmail.com June 10, 2026
Untitled

અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T173121.037

ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

gujaratex@gmail.com June 1, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.