Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • GE ઈમ્પેક્ટ: એરપોર્ટ ‘મની હાઇસ્ટ’ કેસમાં આખરે ‘આકાશા એર’ સામે FIR

GE ઈમ્પેક્ટ: એરપોર્ટ ‘મની હાઇસ્ટ’ કેસમાં આખરે ‘આકાશા એર’ સામે FIR

gujaratex@gmail.com May 5, 2026
BABA (7)
  • Gujarat Exclusive ઈમ્પેક્ટ: એરપોર્ટ ‘મની હાઇસ્ટ’ કેસમાં આખરે FIR

અભિષેક પાંડેય, અમદાવાદ : Gujarat Exclusive દ્વારા બહાર લાવવામાં આવેલી એસવીપીઆઈ એરપોર્ટ પરની ‘મની હાઇસ્ટ’ જેવી સોનાની ચોરીની ઘટનાએ હવે સત્તાવાર દિશા પકડી છે. સ્ટોરી પ્રકાશિત થયા બાદ 4 મેની સાંજે આ સમગ્ર મામલે FIR નોંધાઈ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ગોલ્ડ હાઈસ્ટ કેસમાં આખરે એરપોર્ટ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. આ FIR કેરિયર કંપની સિકવલ લોજિસ્ટિક્સ લિમિટેડના સિક્યુરિટી મેનેજર દ્વારા આકાશા એર સામે નોંધાવવામાં આવી છે. FIR મુજબ, ચોરાયેલો માલ જેમ્સ, જ્વેલરી અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ટાઇટન કંપનીનો હતો. આ જ્વેલરી અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સ લિમિટેડ ખાતે તૈયાર કરવામાં આવી હતી અને તેને બેંગલુરુ મોકલવામાં આવી રહી હતી.

જો કે, અહીં સૌથી મોટો વિસંગત મુદ્દો માલના વજન અને કિંમતને લઈને સામે આવ્યો છે. Gujarat Exclusiveને મળેલી માહિતી મુજબ, આ કેસમાં અંદાજે 20 કિલો સોનાની ચોરી થઈ હતી, જ્યારે FIRમાં માત્ર 2.107 ગ્રામ અને 562 મિલિગ્રામ સોનાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની અંદાજિત કિંમત આશરે રૂ. 2 કરોડ 58 લાખ દર્શાવવામાં આવી છે.

Join Our WhatsApp Group

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપલબ્ધ તથ્યો અને નોંધાયેલી FIR વચ્ચે અનેક લૂપહોલ્સ અને વિસંગતતાઓ છે, જે ભવિષ્યમાં મોટા ખુલાસાઓ તરફ ઈશારો કરે છે. FIR તથા છેલ્લા 15 દિવસ દરમિયાન થયેલી ગતિવિધિઓ અંગે પણ અનેક મુદ્દાઓ હજુ સુધી સ્પષ્ટ થયા નથી.

નોંધનીય છે કે Gujarat Exclusiveએ સૌપ્રથમ આ સમગ્ર ઘટનાને પ્રકાશમાં લાવી હતી. ત્યારબાદ હવે FIR નોંધાતા કેસને સત્તાવાર ગતિ મળી છે. તેમ છતાં, FIRમાં દર્શાવાયેલા તથ્યોને લઈને ઊભા થયેલા પ્રશ્નો આ કેસને વધુ જટિલ બનાવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – એરપોર્ટ પર ‘મની હાઇસ્ટ-અમદાવાદ’: 20 કિલો સોનાની ચોરી, FIRના પેંચમાં અટવાયેલી તપાસએરપોર્ટ પર ‘મની હાઇસ્ટ-અમદાવાદ’: 20 કિલો સોનાની ચોરી, FIRના પેંચમાં અટવાયેલી તપાસ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રંક હોય કે રાજા, અહીં સચવાય છે ‘માનવતા’: પાલનપુરના એવા બે ડોક્ટરો જેમના માટે દર્દીનો જીવ જ સર્વોપરી
Next: બંગાળમાં જનસંઘથી ભાજપ સુધી: શૂન્યથી 200 પાર, રાજકીય ઇતિહાસનો સૌથી મોટો પલટો

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.