Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • પેટના દુઃખાવાથી ખુલી ગઈ કાકાની ક્રૂરતા : 14 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ, ધરપકડ

પેટના દુઃખાવાથી ખુલી ગઈ કાકાની ક્રૂરતા : 14 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ, ધરપકડ

gujaratex@gmail.com March 14, 2026
1

રાજકોટ : રાજકોટમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના મૂળ મધ્ય પ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કરતા પરિવાર સાથે જોડાયેલી છે.

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સગીરાને અચાનક પેટમાં તીવ્ર દુઃખાવો થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. તપાસ દરમિયાન તબીબોએ બાળકી પાસેથી કેટલીક ગોળીઓ મળી આવી, જેની તપાસ કરતાં તે ગર્ભનિરોધક ગોળીઓ હોવાનું જાણવા મળ્યું. આ વાતથી આઘાત પામેલા પિતાએ પુત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી, ત્યારે સગીરાએ રડતા-રડતા પોતાની વેદના વ્યક્ત કરી.

બાળકીએ જણાવ્યું કે, તેના સાથે જ રહેતો 37 વર્ષીય કાકો છેલ્લા પાંચ મહિનાથી જ્યારે પિતા કામે બહાર હોય ત્યારે તેની સાથે બળજબરી કરતો હતો. પોતે પકડાઈ ન જાય તે માટે કાકો તેને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

Join Our WhatsApp Group

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કાકાની પત્ની અને બાળકો પિયરમાં રિસામણે હતા. આ ગેરહાજરીનો લાભ ઉઠાવીને તેણે પોતાની ભત્રીજી પર આ કુકર્મ આચર્યું હતું. પ્રથમ વખત આ ઘટના 5 મહિના પહેલાં બની હતી, જ્યારે પિતા કામે બહાર હતા.

આ ઘટનાની ફરિયાદ પર રાજકોટ બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 65(1), 351(3) તથા POCSO એક્ટની કલમ 4(2) અને 6(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ ચાલુ છે.

આ ઘટના ફરી એક વાર ઘરેલુ હિંસા અને બાળ સુરક્ષાના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત દર્શાવે છે. સમાજમાં આવા કુકર્મોને અટકાવવા માટે જાગૃતિ અને સખત કાર્યવાહીની જરૂર છે.

આ પણ વાંચો – વડોદરા : બકરાવાડીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની ચાકુથી કરી હત્યા, બે બાળકો બન્યા અનાથ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વિપુલનું ‘વહીવટી સામ્રાજ્ય’! સરખેજથી એરપોર્ટ, સોલા સુધી વિપુલના નેટવર્કની ચર્ચા
Next: મોજતબા ખામેનેઈ સહિત 10 ઈરાનીઓ પર 92 કરોડનું ઈનામ, અમેરિકાએ તિજોરી ખોલી દીધી

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.