Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગેસ સિલિન્ડરના સંકટ વચ્ચે પણ વિપુલના “વહીવટી રાજ”માં સરખેજમાં ધમધમે છે દેશી દારૂની અસંખ્ય ભઠ્ઠીઓ

ગેસ સિલિન્ડરના સંકટ વચ્ચે પણ વિપુલના “વહીવટી રાજ”માં સરખેજમાં ધમધમે છે દેશી દારૂની અસંખ્ય ભઠ્ઠીઓ

gujaratex@gmail.com March 18, 2026
1

એક તરફ સમગ્ર દેશમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે રસોડાની આગ ઠંડી પડી રહી છે, લોકો સિલિન્ડર માટે લાઈનમાં ઉભા છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક અલગ જ “વિકાસ મોડેલ” જોવા મળી રહ્યો છે. અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી રહી છે, જાણે સિલિન્ડરનો સંકટ માત્ર સામાન્ય લોકો માટે હોય અને વિપુલના “વહીવટ” માટે નહીં. સવાલ એટલો જ છે કે જ્યાં ઘરનાં ચૂલ્હાં ઠંડા પડી રહ્યા છે, ત્યાં આ ભઠ્ઠીઓ સુધી ગેસ કેવી રીતે સતત પહોંચી રહ્યો છે?

સૂત્રો મુજબ સરખેજ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ ન પડે તે માટે ખાસ ગોઠવણ કરવામાં આવી છે. જાણકારો કહે છે કે વિપુલના નેટવર્ક દ્વારા આ ભઠ્ઠીઓ માટે અલગથી સિલિન્ડર અને ઇંધણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ઉત્પાદનનો ચક્ર ક્યારેય અટકે નહીં. આ વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે તે ખુલીને કોઈ કહેવા તૈયાર નથી, પરંતુ “સપ્લાય ચેન” મજબૂત છે એ બાબત પર બધાની સહમતી છે.

હવે વિચાર કરો કે, ગેરકાયદેસર ધંધાઓની ગેરકાનૂની પરવાનગી આપવાની સાથે-સાથે અસામાજિક તત્વોને તે ચલાવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ દ્વારા પીઠબળ પણ પુરૂ પાડવાનું? ખરેખર તો જોવા જઈએ તો વિપુલના રાજમાં સરખેજ પોલીસ પોતાનું કામ ભૂલીને અલગ રસ્તે ચઢી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે યુદ્ધના માહોલમાં સામાન્ય લોકોને પોલીસ સેવાઓની જરૂરિયાત વધારે રહે છે. તેવા સંજોગોમાં વિપુલે પોલીસને એક મોટા બેડાને આર્થિક નફો મેળવવા માટે એક ગેરકાયદેસર ધંધામાં લગાવી દીધા છે.

Join Our WhatsApp Group

કોઈ ગેરકાયદેસર કામ કરે તો પોલીસ પકડે છે પરંતુ અહીં તો પોલીસ જ ઉંધા રવાડે ચડી છે. એક તો પહેલા દારૂ-જૂગાર જેવા ધંધાઓને પરવાનગી આપે છે અને તે બંધ ન થાય તે માટે પ્રોટેક્શનની સાથે-સાથે સુવિધાઓ પણ પૂરી પાડી રહી છે. વાહ.. શું વાત છે.. સરખેજ પોલીસ સ્ટેશનનો વહીવટદાર તો બાકી જબરો છે.. જો આવું જ ચાલું રહ્યું તો કહેવાતા દૂષ્ચક્ર સમાન અને બે નંબરના ધંધાઓની દુનિયા થકી કાળી કમાણી કરનારાઓ માટે આગામી દિવસોમાં સરખેજ વિસ્તાર હોટ ફેવરેટ બની શકે છે.

પોલીસ બેડામાં વહીવટદાર તરીકે વિપુલ નવા પેરામિટર સેટ કરી રહ્યો છે. જે પોલીસ બેડાને ગર્કમાં મોકલવા માટે પૂરતા છે. આ પેરામિટર એવા છે કે, અંતે તો સરકાર સુધી તેની વરાળ પહોંચતા પણ વધારે સમય લાગશે નહીં. જે સરકારને પણ દાજવી શકે છે. કેમ કે પોતાની એક અલગ જ જાહોજલાલીમાં રહેતા વિપુલ માટે આ તમામ બાબતો એકદમ તૃચ્છ અને સામાન્ય બની ગઈ છે. પરંતુ તે છે ખુબ જ ગંભીર.  કેમ કે વિપુલે ખાખીને જ દાવ પર લગાવી દીધી છે.

વિપુલને તો હવે કોઈ જીવે-મરે કોઈ જ ફરક પડતો નથી. તેથી તો દારૂની ભઠ્ઠીઓ રાત-દિવસ ચાલું રહે અને તેમાંથી તેમની કાળી કમાણી સતત ચાલું રહે તે માટે વિપુલે પોતાની બધી જ શક્તિ તેમાં લગાવી દીધી છે. તે માટે તેને ન કરવાનું કામ કરી નાંખ્યું છે.  વહીવટદાર તરીકે બે નંબરના ધંધાઓને પરવાનગી આપીને ખાખીને દાગ લગાવ્યો જ છે પરંતુ હવે તે ધંધાઓને ચલાવવામાં મદદ કરીને ખાખીનું ચિરહરણ જ કરી નાંખ્યું છે.

પોલીસનું  કામ રક્ષણ કરવાનું છે, પરંતુ હાં સામાન્ય જનતાનું, આવા બુટલેગરોની ભઠ્ઠીઓનું નહીં… વિપુલે ખાખીને લજવી છે. આર્થિક ફાયદા માટે આટલું નીચું કામ અત્યાર સુધી એકપણ વહીવટદારે કદાચ કર્યું નહીં હોય. પૈસા માટે વિપુલે પોલીસ કર્મચારીઓને બુટલેગરોના પીઠ્ઠુ બનાવી દીધા બોલો..

આ પણ વાંચો- વિપુલનું ‘વહીવટી સામ્રાજ્ય’! સરખેજથી એરપોર્ટ, સોલા સુધી વિપુલના નેટવર્કની ચર્ચા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરખેજ વિસ્તારમાં દેશી દારૂના 35થી વધુ સ્ટેન્ડને નવી દરખાસ્ત મુજબ ફરીથી મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 2થી 3 દિવસના બ્રેક બાદ આખું નેટવર્ક ફરીથી “સેટ” કરવામાં આવ્યું અને ત્યારથી હવે ધંધો વધુ ગોઠવાયેલા અને નિયંત્રિત સ્વરૂપમાં ચાલી રહ્યો છે. કહેવાય છે કે જે લોકોએ નવી નક્કી કરાયેલી રકમ ચૂકવી, તેઓને જ ફરીથી ધંધો શરૂ કરવાની લીલી ઝંડી આપવામાં આવી છે.

આ સમગ્ર ગોઠવણ માત્ર સ્ટેન્ડ સુધી સીમિત નથી. તેની પાછળ એક સંપૂર્ણ નેટવર્ક કાર્યરત છે, જેમાં વિસ્તારમાં વહીવટદારો, તેમની નીચે કામ કરતા લોકો, વસૂલાત માટે અલગ ચેનલ અને માહિતી પહોંચાડવા માટે અલગ સિસ્ટમ ગોઠવાઈ છે. પોલીસ તંત્રની અંદરની હલચલથી લઈને સંભવિત કાર્યવાહી સુધીની માહિતી સમયસર પહોંચે તે માટે ગોઠવણ તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. કેટલાક લોકો તો આ નેટવર્કને “સ્લીપર સેલ” સાથે સરખાવે છે.

વિપુલનું મોડેલ સરળ છે પણ અસરકારક છે. પહેલા ધંધો બંધ કરાવો, પછી નવી રકમ નક્કી કરો અને ત્યારબાદ “પરમિશન”ના નામે ફરીથી શરૂ કરાવો. આ ચક્રમાં દરેક સ્ટેજ પર વસૂલાત છે અને દરેક સ્તરે નિયંત્રણ. પરિણામે એક સામાન્ય કોન્સ્ટેબલનું નેટવર્ક હવે એટલું મજબૂત બની ગયું છે કે તે એક પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જ કરોડો રૂપિયાની ગેરકાયદેસર આવક ઉભી કરી લીધી હોવાનું પોલીસના વિશ્વસનિય સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આ બધાની વચ્ચે સૌથી વ્યંગાત્મક સત્ય એ છે કે સામાન્ય નાગરિક માટે ગેસ સિલિન્ડર અછતમાં છે, પરંતુ ગેરકાયદેસર ભઠ્ઠીઓ માટે “વિશેષ વ્યવસ્થા” હંમેશા ઉપલબ્ધ છે. હવે સવાલ સીધો છે કે શું આ માત્ર ગેરકાયદેસર દારૂનો મુદ્દો છે કે પછી આ આખું એક સમાંતર તંત્ર છે, જ્યાં કાયદા કરતા “વહીવટ” વધુ શક્તિશાળી બની ગયો છે?

આ પણ વાંચો – સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી, 10 ટકાના વિપુલ વધારા સાથે ગેરકાયદેસર સ્ટેન્ડોની નવી ગોઠવણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં પારિવારિક કાયદાઓમાં મોટો ફેરફાર : UCC બિલ મંજૂર, વારસાઈમાં સમાન અધિકાર
Next: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સજ્જ : ‘CEIR’ પોર્ટલ અપગ્રેડ અંગે વિશેષ અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.